અમારા વિશે


    

ભૌગોલિક પરિચય :

રાપર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના. કચ્છ જિલ્લાની પૂર્વ  દિશામાં ભુજથી ૧૩૭ કિમી. દૂર આવેલો છે. આ વિસ્તારને વાગડ તરીકે ઓળખવામાં આવે છે. વાગડનો અર્થ લોક વાયકા મુજબ  ‘વા’એટલે ‘પવન’ અને ‘ગડ’ એટલે પથ્થર થાય છે. જેનું ભૌગોલીક સ્થાન અક્ષાંશ ૨૨.૪૪.૮ ઉત્તર થી અક્ષાંશ ૨૪.૪૧.૩૦ રેખાંશ ૬૮.૭.૨૩ થી ૭૧.૪.૪૫ છે. રાપર માં ૯૭ જેટલા ગામો અને ૧૨૦થી વધુ વાંઢો આવેલી છે. તાલુકાની કુલ ૭૯ પંચાયતો માંથી ૧૬ જૂથ પંચાયતો અને ૬૩ સ્વતંત્ર પંચાયતો છે.

તાલુકાની મુખ્ય નદીઓમાં શિરાવાંઢમા જાન મઢીયા નદી, ગેડીમાં ફિફવો નદીઓનો સમાવેશ થાય છે. તથા લાકડાવાંઢ ,સૂવઈ અને ફતેહ્ગઢ માં મોટા ડેમ આવેલા છે. વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી અને પશુપાલન છે. મુખ્ય પાકો કાલાકપાસ, એરંડા,  બાજરી, મગ, તલ, જીરૂ, ઇસબગુલ છે. રાપર તાલુકામાં મુખ્યત્વે ચાઇના કલે માટી, કાળો પથ્થરર, લાલ પથ્થર વગેરે ખનીજો મળી આવે છે.

જોવાલાયક સ્‍થળ :

રા૫ર તાલુકામાં રવ ગામે ઐતિહાસિક અને પુરાણું રવેચીમાતાજીનું મંદિર આવેલું છે. યાત્રાળુ માટે મંદિરના ટ્રસ્ટની ની ધર્મશાળાની વ્યવસ્થા છે. તેમજ યાત્રાળુ માટે ભોજનની વ્યવસ્થા છે. મંદિરની ગૌશાળા છે. સુંદર નાના રમણીય તળાવમાં કમળ જોવા મળે છે. દર વર્ષે ભાદરવા માસની અજવાળી આઠમના મેળો ભરાય છે.

મોમાયમોરા ગામે મોમાય માતાજીનું મંદિર આવેલું છે. યાત્રાળુ માટે મંદિરના ટ્રસ્ટની ની ધર્મશાળાની વ્યવસ્થા છે. તેમજ યાત્રાળુ માટે ભોજનની વ્યવસ્થા છે. અને મંદિરની ગૌશાળા છે. દર વર્ષે આસોસુદ દશેરાના દિવસે મેળો ભરાય છે. તેમા હજારોની સંખ્યામા શ્રઘ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.

વિસ્તાર ની સમસ્યાઓ :

આ તાલુકામાં ઘણા પ્રશ્નો વણઉકેલ્યા રહ્યા છે. પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, વીજળી, રસ્તા અને ગામતળને  લગતી અનેક સમસ્યાઓથી રાપર તાલુકો ધેરાયેલો  રહ્યો છે.

સમસ્યાઓ નિવારણ માટેના પ્રયત્નો :

આ સમસ્યાઓના ઉકેલ માટે ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા તાલુકા અને જિલ્લા સ્તરે અનેક વાર રજૂઆતો થઇ હોવા છતાં સમસ્યાઓ ઉકેલાઈ નથી. આથી તાલુકાના તમામ સરપંચો સમસ્યાના ઉકેલ માટે એક નેજા હેઠળ સંગઠિત થાય તે જરૂરી છે. આ વાતને ધ્યાનમાં રાખી ગ્રામ પંચાયતના પાયાના પ્રશ્નોનાં  ઉકેલ માટે, પોતાના અધિકારો મળવા માટે તેમજ સગઠીત થઈ અસરકારક રજૂઆત કરવાના હેતુ થી રાપર તાલુકાના સગઠન ની રચના કરવામાં આવી. જાન્યુઆરી ૨૦૧૦ માં રચાયેલ આ સગઠનમાં કુલ ૭૯ પંચાયતો માંથી ૬૭ ગ્રામ પંચાયતોના સરપંચો જોડાયેલ છે. તેમાં ૨૧ મહિલા સરપંચ છે. બાકીની ૧૨ પંચાયતોમાં  કોળી, વધારી અને પારઘીને એસ. ટી. માંથી રદ કરતાં આ પંચાયતોમાં એસ.ટી.ની વસ્તી રહી નથી. તેથી આ પંચાયતોમાં વહીવટદાર નીમવામાં આવ્યા હોવાથી પંચાયતના પ્રતિનિધિઓ જોડાયેલા  નથી.

રાપર તાલુકા સરપંચ સંગઠન ‘ નો ટુંકો પરિચય

સંગઠનના હેતુઓ.:

૧.    ગ્રામ પંચાયતના ચુટાયેલા પર્તિનીધીઓનું ક્ષમતા વર્ધન કરવું .

૨.    એક બીજાના અનુભવોનું આદાન પરદાન કરવું.

૩.    એસ.સી. એસ.ટી. તથા સામાજિક અને સૈક્ષણીક પછાત વર્ગના ચુટાયેલા સરપંચો ને ટેકો પૂરો પડવો.

૪.    ગ્રામ પંચાયતના પાયાના પર્શ્નો માટે સગઠન દવારા અસર કારક રજૂઆત કરવી.

૫.   સગઠન દવારા ગ્રામ પંચાયતના ચુટાયેલા પર્તિનીધીઓના અધિકારો તેમજ સરકરના અન્યાયથી કાયદાઓ સામે        નીતિ વિષયક રજૂઆત કરવી.

૬. પંચાયત પોતાના કામોને ટેકોમળે  તે માટે તાલુકા, જિલ્લા, રાજ્ય તેમજ દેશ સ્તરે નેટવર્ક  કરવું.

સરપંચ સંગઠનનું માળખું :
સંગઠનના       હોદેદારો

૧. પ્રમુખ        : રમેશભાઈ પેથાભાઈ ખોડ

૨. ઉપ પ્રમુખ   : કરમશીભાઈ એ. વૈદ

૩.  મહા મંત્રી    : દયાલગર જે.ગુસાઇ

૪. સહ મંત્રી     : વાલાભાઈ એમ. ડાંગર

૫. માનદ મંત્રી  : પ્રવીણભાઈ એચ. ગોહિલ

૬. કારોબારી સમિતિ ચેરમેન : વસંત ડી. મહેશ્વરી તથા બીજા ૧૭ સભ્યો

4 responses to “અમારા વિશે

  1. This is beautiful and great to see you and our other groups take the first steps in the Indian Panchayat (local governance) world towards online self-expression, knowledge sharing and peer learning! बहुत बधाई हो!

  2. Tame mukel mahiti amuk photograph sathe muko to vadhu saru lagase. Tatha tamari website ma darek phota koi ek meeting hoy teva lage chhe. Ane darek photama fakt meeting thai rahi chhe tevu lage chhe.

    Judi judi activities ne laine phota muko to websiteno uthav vadhu aavase ane jovama maja aavase.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s