૩. નર્મદા ના નીર માટે ખેડૂતો થયા એક

રાપર તાલુકામાં  ‘ સરદાર સરોવર નર્મદાનિગમ ‘ દ્વારા કચ્છ શાખાની  મુખ્ય કેનાલ ગગોદર બ્રાન્ચની પેટા કેનાલ આવી રહી છે. તેના માટે નર્મદા નિગમ દ્વારા નાની હમીપર,મોડા ,સણવા ,લખાગઢ ,આડેસર , અને માખેલ ગામોની નીચાણવાળા વિસ્તારોમાં થઇને ગાગોદર બાજુ કેનાલ લઇ જવામાં આવી રહી છે.

આ ગ્રામ પંચાયતોના પૂર્વ દિશામાં સર્વે કરીને કેનાલનું કામ સર્વમાં આવ્યું. આ પૂર્વ બાજુની જમીન કમાન્ડ એરિયામાં આવે છે. અને હાલ આ વિસ્તારમાં પિયત થાય છે. આ ગામોની મોટા ભાગની આશરે ૭૦૦૦ હજાર એકર જમીન પિયતથી વંચિત રહી જાય છે. આથી આ સાતેય ગ્રામ પંચાયતો સંગઠિત થઈને કેનાલનું રૂટ બદલવા અને વધારે જમીન પિયત હેઠળ આવરી લેવા માટે રજૂઆત કરવાનું નક્કી કર્યું.આથી ખેડૂતો દ્વારા ખેડૂતોને રૂટ બદલવાથી શું ફાયદો થશે ? સરકારને શું ફાયદો થશે ? પ્રાથમિક ધોરણે અભ્યાસ કરવામાં આવ્યું. જેમાં ખેડૂતોની ૩૫૦૦ એકર જમીન ઓછી કપાતમાં જશે અણી સામે રૂ ૨૧ કરોડનું પાક નુકસાન નહિ થાય. અને ૭૦૦૦ એકર જમીનનું પિયત વધશે. તેની સામે રૂ ૪૨ કરોડના પાક ઉત્પાદન થાશે. અને સામે સરકારને લાઈનનું અંતર ઘટતા રૂ ૮૫કરોડનો ફાયદો થાશે.           આ તારણની માહિતીના આધારે તા.૦૬/૦૩/૨૦૧૧ નર્મદા નિગમની કચેરી ભચાઉ,ગાંધીધામ,અને મુખ્ય સચિવ ગાંધીનગરને લેખિત રજુઅતો કરવામાં આવી. આ ઉપરાંત તા.૩૧/૦૩/૨૦૧૧ ના નર્મદા નિગમના ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ ઝવેરીને પણ રૂબરૂ મળ્યા.અને  ખેડૂતોને થતા નુકસાન અને સરકારને થતા ફાયદાની સચોટ વિગત આપતા શ્રી મુકેશભાઈએ ખેડૂતની માંગણી યોગ્ય અને વ્યાજબી લગતા કેનાલનું ચાલુ કામ બંદ કરાવી દીધું અને ખેડૂતોને આ મુદે ન્યાય અપાવવાની ખાતરી આપેલ છે. આના કારણે કેનાલનું કામ બંધ છે અને સરકાર દ્વારા નવા સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s