૫.તકનીકીના માધ્યમ દ્વારા ગ્રામ વિકાસ માં ભાગીદાર બનવવાનો એક પ્રયાસ

રાપર તાલુકના સઈ ગામના રહીશ જેસંગભાઈ વણકર. જેઓ એસ.એસ.સી.બાદ કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પોતે આગળ અભ્યાસ કરી શક્યા નહી.

સઈ ગામમાં છેલ્લા ચાર વર્ષથી સામાજિક ન્યાય સમિતિના અદયક્ષ છે. જેઓ શિક્ષિત અને ઉત્સાહી કાર્યકર છે. જાન્યુઆરીર૦૧૧ થી ‘કચ્છ નવ નિર્માણ અભિયાન’ દ્વારા પંચાયતોનાં  ચુંટાયેલા પ્રતિનિધિઓને ગવર્નન્સની તાલીમ આપવામાં આવે છે. જેમાં ગ્રામ વિકાસની સાથે કોમ્પુટર ટેકનોલોજી પણ શીખાડવામાં આવે છે.

જેસંગભાઈને કોમ્પ્યુટરમાં ટાઈપિંગ, નેટ સર્ચ ફેસબુક,સ્કાય્પે વગેરે શીખાડવામાં આવ્યું. તાલીમમાંથી આવ્યાબાદ જેસંગભાઈએ પંચાયતના બીજા સભ્યોને તાલીમ વિશે વાત કરી અને બાજુના ગામ ડાભુંડાનું સર્વે કરીને કોમ્પુટર માં જે માહિતી તૈયાર કરેલ છે. તે વિશે વાત કરી. પોતાના ગામ માટે આવી માહિતી તૈયાર કરવા લોકોને વાકેફ કર્યા. અને સર્વે દરમ્યાન પણ ગામમાં સાથે રહીને ગામના લોકોને સમજાવતા રહ્યા. અને સર્વેનું કામ પૂર્ણ કરાવ્યું.

આ ઉપરાંત જેસંગભાઈ કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરી શકે છે. નેટ પરથી સરકારની અલગઅલગ યોજનાઓ, ઠરાવો વિશે માહિતી મેળવતા થયા છે. આ ઉપરાંત ફેસબુક પણ ખુબ જ સારીરીતે શીખી ગયા છે. તેમજ સ્કાય્પે પર બીજા પંચાયતના સભ્યો સાથે પણ ચર્ચા કરતા થયા છે. અને ગામમાં લોકોને જણાવે છે કે આજના સમયમાં કોમ્પ્યુટર ટેકનોલોજીથી ખુબ જ ઝડપથી માહિતી મેળવી શકાય છે. આમ  જેસંગભાઈ બીજા સભ્યો લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s