૪. ભુટકિયા પંચાયતે માહિતી અધિકાર દ્વારા મેળવ્યો આધાર

સરકાર દ્વારા અલગઅલગ યોજનાઓના લાભ આપવામાં આવે છે. તેમ લોકોનાં અધિકારો માટે ઘણાં બધા કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે. પણ એ કાયદાઓ લોકો સુધી પહોચે છે ખરા ! એ કાયદાઓ કેટલે સુધી પહોચ્યા તેને આપણે જોઈએ !

વાત છે રાપર તાલુકાનાં ભુટકિયા ગામની. ગામલોકોના ૮૫ રાસનકાર્ડ અલગ કરાવવા માટે ફેબ્રુઆરી ૨૦૦૭ દરમ્યાન અરજી કરવામાં આવી. પણ મામલતદાર કચેરીમાં આના માટે દોઢ વર્ષ સુધી સરપંચ તેમજ ગામના લોકોએ અનેકવાર ધક્કા ખાધાં પણ કોઈ જવાબ મળ્યો નહી.

ત્યારબાદ ભુટકિયા ગામના સરપંચ કેયણાભાઈ માલી ‘ સેતુ માહિતી કેન્દ્ર ‘ માં આવીને એના વિશે માહિતી મેળવી.પછી તા.૨૦/૦૮/૨૦૦૮નાં મામલતદાર સાહેબને  માહિતી અધિકારનાં કાયદા’ દ્વારા અરજી કરી. એમાં આ ગામના રાસન કાર્ડનું કામ ક્યાં કારણે બાકી છે તેના કારણો અને લોકોને ક્યારે મળશે એની માહિતી માટે અરજી કરી. આ અરજી કર્યા બાદ એક મહિનામાં જવાબ આવ્યો જેમાં પહેલાના ૮૫ અને ૦૫ નવી અરજી એમ કુલ ૯૦ નવા રાસનકાર્ડ બની ગયા છે. તમે કચેરીમાં આવી લઈ જાઓ. સરપંચ દ્વારા નવા તૈયાર કરેલા ૯૦ રાસનકાર્ડ કચેરી માંથી મેળવી જે તે લોકોનાં હતાં તે લોકોને આપ્યા. અને લોકોને તેજ મહિનાથી પોતાના હક્કનું રાસન મેળવતા થયા, આમ લોકોએ પોતાના હક્કના રાસન સાથે કુટુંબ માટેનું એક આધાર પણ  મેળવ્યો છે જેનાથી ૯૦ ગરીબ પરિવારો આંનદ વ્યકત કરે છે.

Leave a comment